વાત સાયકલના સ્પેરપાર્ટ્સ વેચતા ઍક સામાન્ય માણસ ની ....!

વાત સાયકલના સ્પેરપાર્ટ્સ વેચતા ઍક સામાન્ય માણસ ની ....


ભારતમાં એકથી એક ચઢીયાતા સાહસીકો હયાત છે અને તેમાં મોટાભાગના લોકોએ તનતોડ મહેનત કરી અને ગજબની કટિબદ્ધતા દર્શાવી. તેનું જ એક પરિણામ છે કે તેઓ તે ઉંચાઈઓ ઉપર જઈ પહોંચ્યા છે જ્યાં પહોંચવું મુશ્કેલ જ નહીં, લગભગ અશક્ય છે.
તેમાંથી એક છે વ્રૃજમોહન લાલ મુંઝાલ, જેઓ દુનિયાની સૌથી મોટી ટૂ વ્હિલર કંપની હીરો મોટોકૉર્પ (એક સમયની હીરોહોન્ડા)ના ચેરમેન છે. આજે તેમની કુલ સંપત્તિ 1.5 અબજ ડૉલરની છે અને તેઓ ભારતના 38માં સૌથી ધનવાન વ્યક્તિ છે.
- તેમનો જન્મ કમાલિયામાં થયો, જે હવે પાકિસ્તાનના નક્શામાં આવે છે.
- વર્ષ 1954માં તેઓએ પાર્ટ્સ વેચવાની જગ્યાએ સાઇકલના હેન્ડલ, ફોર્ક, વગેરે બનાવવાની શરૂઆત કરી
- ત્યારબાદ તેઓએ એક ટૂ વ્હિલર કંપની શરૂ કરી જેનુ નામ રાખવામાં આવ્યું મેજેસ્ટિક કંપની
- વર્ષ 1984માં તેઓએ જાપાનની મોટી ઑટો કંપની હોન્ડા સાથે કરાર કર્યો
તેમનો જન્મ કમાલિયામાં થયો, જે હવે પાકિસ્તાનના નક્શામાં આવે છે. ભાગલા પહેલા તેઓ ત્યાંથી અમૃતસર ચાલી આવેલા અને અહીં નાના-મોટા કામકાજ કરવા લાગ્યા. ત્યારબાદ લૂધિયાણા ચાલી ગયા જ્યાં તેઓએ પોતાના ત્રણ ભાઈઓ સાથે સાયકલ પાર્ટ્સ વેચવા લાગ્યા. વર્ષ 1954માં તેઓએ પાર્ટ્સ વેચવાની જગ્યાએ સાઇકલના હેન્ડલ, ફોર્ક, વગેરે બનાવવાની શરૂઆત કરી.
તેમની કંપનીનુ નામ હતું હીરો સાયકલ્સ લિમિટેડ. વર્ષ 1956માં પંજાબ સરકારે તેમને સાયકલ બનાવવાનુ લાયસન્સ આપ્યું. આ લાયસન્સ મળ્યા પછી માનો કે તેમની દુનિયા જ બદલાઈ ગઈ. પંજાબ સરકારે તેમને લોન પણ પુરી પાડી અને આ તેમની મહેનતનું જ પરિણામ હતું કે વર્ષ 1986માં હીરો સાયકલને દુનિયાની સૌથી મોટી સાયકલ નિર્માતા કંપની માનવામાં આવી.
ત્યારબાદ તેઓએ એક ટૂ વ્હિલર કંપની શરૂ કરી જેનુ નામ રાખવામાં આવ્યું મેજેસ્ટિક કંપની. તેમા તેઓએ મેજેસ્ટિક સ્કૂટર બનાવવાની શરૂઆત કરી. વર્ષ 1984માં તેઓએ જાપાનની મોટી ઑટો કંપની હોન્ડા સાથે કરાર કર્યો અને અહીંયાથી તેમના જીવનમાં એક નવો વળાંક આવ્યો. તેઓએ હોન્ડા સાથે મળીને હરિયાણાના ઘારૂહેડામાં પ્લાન્ટ સ્થાપ્યો. અહીંયા હીરો હોન્ડા મોટરસાયકલ બનવાની શરૂઆત થઈ, અને આજે તે દુનિયાની સૌથી મોટી બાઇક નિર્માતા કંપની છે. 81 વર્ષના વ્રૃજમોહન મુંઝાલ પોતાના દીકરા પવન મુંઝાલ અને સુનીલ મુંઝાલ સાથે હીરો સમૂહનું સંચાલન કરી રહ્યાં છે. તેઓએ જાપાની કંપની હોન્ડામાં હવે 27% ભાગ પણ ખરીદી લીધી છે.
જો ઍ ઍમણે નવુ કરવા નો સાહસ જ નો કરિયો હોત તો ...
ઍ આજે પણ સાયકલના સ્પેરપાર્ટ્સ વેચતા ઍક સામાન્ય માણસ જ હોત..
જો જીવન મા આગડ વધવુ હાય તો કઈક સાહાશ તો કરવુ જે પડે.. ઍવા પ્રેરના દાઈ Hero Honda ના સાહસ વિર વ્રૃજમોહન લાલ મુંઝાલ સાહેબ ને વંદન..

Comments