CHANDUBHAU BALAJI WAFERS ;~~ દુકાનદાર એમ કહેતા કે,માલ મુકી જાઓ, વેચાશે તો પૈસા આપીશું.~~!

;~~ દુકાનદાર એમ કહેતા કે,માલ મુકી જાઓ, વેચાશે તો પૈસા આપીશું.~~! 

૧૯૮૯ સુધી આ માણસ ઘરે તાવડામાં બટાટાની વેફર તળીને તેને રાજકોટનાં સિનેમાઘરોમાં વહેંચતો હતો. આજે તેની કંપની જગતની મલ્ટીનેશનલ કંપનીઓને દાદ નથી આપતી. તેનું નામ છે ચંદુભાઇ વિરાણી. નામ કદાચ વાચકોને અજાણ્યું લાગશે, તેમની બ્રાન્ડ સાવ જાણીતી છે: બાલાજી વેફર્સ. બાલાજી આજે દરરોજ ૩૫,૦૦,૦૦૦ પેકેટ વેફર્સ, ચટાકા પટાકા, ચેવડો, દાળ વગેરે નાસ્તાનું ઉત્પાદન કરે છે.

 વેફર્સમાં બાલાજીનો દબદબો એવો છે કે ગુજરાતનું ૮૦ ટકા માર્કેટ તેમના હાથમાં છે. મહાકાય મલ્ટિનેશનલ કંપનીઓ બાલાજીને હંફાવી શકી નથી, પોતે હાંફી ગઇ છે. ન કોઇ માર્કેટિંગ, ન ડીલર માટે કોઇ સ્કીમ, સેલ્સનું કોઇ ડિપાર્ટમેન્ટ નહીં અને મેનેજરોની ભરમાર નહીં, છતાં ૩૫૦ કરોડની કંપની સતત વિકાસકૂચ કરતી રહે છે. ચંદુભાઇ વિરાણીની આ વિકાસયાત્રાનું રહસ્ય શું છે? મેનેજમેન્ટ ફંડાના આધારે જાણીએ. ચંદુભાઇએ યુનિવર્સિટી રોડ ખાતેના પોતાના ઘરમાં જ તાવડો માંડયો. બટાટાની વેફર હાથે જ બનાવવાની, તેને તળવાની અને પ્લાસ્ટિકની થેલીમાં પેક કરીને સિનેમાઘરોમાં આપવા જવાનું. તે વખતે વેફર બનાવનારાઓ બહુ ઓછા હતા. એટલે સ્પર્ધા બહુ ન નડી. સિનેમાઘરમાં વેફર ખાનારા કેટલાક વેપારીઓએ ચંદુભાઇનો સંપર્ક કરીને પોતાની દુકાને પણ વેફર પહોંચાડવાનું કહ્યું. બહારના આ ઓર્ડર્સ પર પૂરતું ઘ્યાન અપાયું તે વખતે ઘરમાં રોજ ૬૦ કિલો બટાટાની વેફર બનતી હતી. ચંદુભાઇના એક એડવોકેટ મિત્રે ત્યારે તેમને ટીકાત્મક રીતે કહ્યું હતું, આ શું ધંધો તમે માંડ્યો છે ?

કોઇ માર્કેટમાં બાલાજીની પ્રોડક્ટ પ્રિ-પ્લાન મુજબ ધડાકાભેર લોંચ થઇ નથી. રીટેઇલર હોય કે ડીલર, બાલાજીએ ક્યારેક કોઇ સ્કીમ આપી નથી. સામાન્ય રીતે વેફર જેવી પ્રોડક્ટમાં કંપનીઓ ડીલરો અને રીટેઇલરો માટે ૫૦ ટકા કમિશન સુધીની આકર્ષક સ્કીમ મુકતા હોય છે. ચંદુભાઇ કહે છે, અમે એક સ્થળે પ્રોડક્ટ પહોંચાડીએ એટલે તેનો સ્વાદ ત્યાંના લોકોના મોંએ વળગે. સાચા અર્થમાં માઉથ પબ્લિસિટી થાય. મહત્વની વાત એ છે કે આજના ગળાકાપ સ્પર્ધાના જમાનામાં પણ ચંદુભાઇ માર્કેટિંગ કરતાં નથી. માર્કેટિંગ ટીમને સેલ શબ્દ બોલવાની પણ મનાઇ છે. છતાં આટલો ગ્રોથ શા માટે? પ્રશ્નનો જવાબ આપતાં ચંદુભાઇ કહે છે, ‘માર્કેટિંગની જરૂર જ નથી. અમે માંગ પ્રમાણે પ્રોડકશન વધારતા જઇએ છીએ. માંગ ઊભી કરાવવાના પ્રયત્નો કરતા નથી. અમારી માર્કેટિંગની ટીમે ડીલરને સમયસર માલ પહોંચી જાય એટલું જ કરવાનું છે. તેમાં કોઇ ફરિયાદ ન આવવી જોઇએ. ચંદુભાઇએ સ્કીમ આપવાને બદલે માલ પહોંચાડવાનું નેટવર્ક વધુ મજબૂત બનાવ્યું અને ક્વોલિટી તથા કવોન્ટિટી આપવાનું ચાલુ રાખ્યું. ગુજરાતમાં મલ્ટિનેશનલ કંપનીઓ આ દેશી ચેલેન્જર સામે હારી એટલે બાલાજીને ખરીદવા માટે દાણા નાખ્યા. ૫૧ ટકા હિસ્સો ખરીદી લઇએ, સાથે મળીને કામ કરીએ વગેરે લાલચો આપી. ચંદુભાઇએ આ લાલચો ફગાવી દીધી. મલ્ટીનેશનલ કંપનીઓની પ્રોડક્ટસની સામે પોતાની પ્રોડક્ટસ ઉતારી. લેયઝના કુરકુરેની સામે ચટાકા પટાકા મૂકી. કોઇપણ જાતની જાહેરાત વગર ચટાકા પટાકા હીટ ગઇ. વેફર્સમાં જબરદસ્ત વૈવિઘ્ય લાવ્યા. ભાવ સાવ તળિયાના રાખ્યા. જેમ ને સખત મહેનત કરી.. મારા ને તમારા જેવા ખેડૂત પુત્ર ઍ જેમણે જેને શૂન્યમાંથી સર્જન કરીયુ ઍવા ખેડૂત પુત્ર ચંદુભાઇ વિરાણી ને વંદન...

Comments